-: નવસારી જિલ્લો :- (૧). નવસારી :- પૂણૉ નદીના કિનારે વસેલું જિલ્લાનુ મુખ્ય મથક છે. જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીના જન્મ સ્થળનાં મકાનો આજે પણ મોજૂદ છે. નવસૈયદ પીરની મઝાર હિન્દુ- મુસ્લિમોમાં પ્રસિદ્ધ છે. પુરાણકાળનુ પૂણૉ નદી પર નવસારિકા બંદર હતું. નવસારીનો તાતા હોલ આજે દ.ગુજરાતની શાન છે. ફિલ્મ સ્ટાર જેકી શ્રોફ અને ગઝલ ગાયિકા પિનાઝ મસાણી નું નામ આવે. (૨). ઉભરાટ :- લીલી વનરાજી અને દરિયાકિનારાના સૌંદર્યથી મઢાયેલુ એક વિહારધામ છે. (૩). બીલીમોરા :- સોમનાથ મહાદેવનું મંદિર , વલસાડી સાગમાથી રાચરચીલું બનાવવાનાં કારખાનાં અહીં વિકસ્યા છે. (૪). મરોલી :- કસ્તુરબા સેવાશ્રમને...