-: નવસારી જિલ્લો :-
(૧). નવસારી:-
- પૂણૉ નદીના કિનારે વસેલું જિલ્લાનુ મુખ્ય મથક છે.
- જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીના જન્મ સ્થળનાં મકાનો આજે પણ મોજૂદ છે.
- નવસૈયદ પીરની મઝાર હિન્દુ- મુસ્લિમોમાં પ્રસિદ્ધ છે.
- પુરાણકાળનુ પૂણૉ નદી પર નવસારિકા બંદર હતું.
- નવસારીનો તાતા હોલ આજે દ.ગુજરાતની શાન છે.
- ફિલ્મ સ્ટાર જેકી શ્રોફ અને ગઝલ ગાયિકા પિનાઝ મસાણી નું નામ આવે.
(૨). ઉભરાટ :-
- લીલી વનરાજી અને દરિયાકિનારાના સૌંદર્યથી મઢાયેલુ એક વિહારધામ છે.
(૩). બીલીમોરા:-
- સોમનાથ મહાદેવનું મંદિર , વલસાડી સાગમાથી રાચરચીલું બનાવવાનાં કારખાનાં અહીં વિકસ્યા છે.
(૪). મરોલી :-
- કસ્તુરબા સેવાશ્રમને લીધે પ્રસિદ્ધ છે. અહીંની માનસિક રોગની હોસ્પિટલ જાણીતી છે.
(૫). વાંસદા :-
- જૂના રજવાડાનું સ્થળ છે. મહેલ અને દરબારગઢ જોવાલાયક છે. અહીં રાષ્ટ્રીય અભયારણ છે.
(૬). દાંડી :-
- ગાંધીજીએ સાબરમતી સત્યાગ્રહ આશ્રમના નિવાસ સ્થાને 'હદયકુજ' થી ૭૮ સૈનિકો સાથે ઈ.સ ૧૯૩૦ના માચૅની ૧૨ તારીખે પગપાળા ૨૪૧ માઈલની ધમૅયાત્રા કરી અપ્રિલની ૫મીએ દાંડી પહોંચ્યા. ૬ઠી એપ્રિલે સમુદ્ર સ્નાન કરી પ્રાંત:કાળે ૬ વાગ્યે ચપટી મીઠું ઉપાડી મીઠાનાં કાયદાનો ભંગ કયૉ હતો.
- આ પ્રસંગેની યાદમાં દાંડી સ્મારક બનાવ્યું છે. જેના પર લખ્યું છે......." બળિયા સામેના સાચના સંગ્રામના હૂં વિશ્વની સહાનુભૂતિ માગું છું" દાંડી ૫-૪-૧૯૩૦ મો.ક.ઞાધી
- દાંડીના દરિયા કિનારા પાસેના વડલાથી ૨ k.m. દૂર મીઠું ઉપાડ્યું હતું.