Skip to main content

Chand

                          Chand (છંદ)


Hello....,
             friends આજે આપણે  છંદ શીખશુ.

એ પણ સરળ રીતે અને સરળ ભાષામાં. જો તમે નીચે જણાવેલ રીતે છંદને તૈયાર કરશો તો હું  ગેરેંટી સાથે કહીશ. તમે કોઈપણ Exam માં તે પછી ગુજરાત ગવૅમેન્ટની હોય, 10th Stdની હોય કે બીજી Other  exam હોય  તેમજ Only Knowledge માટે છંદ શીખવા છે. તો પણ આ પોસ્ટ  બધા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.

          આશા છે કે તમે મારી સાથે છેક સુધી જોડાશો અને તમે ને હું  આપણે બઘા ભારરૂપ છંદને ન શીખતા Enjoy સાથે શીખશું. OK,  Read...

             Finally ચાલો હવે છંદ શીખવાનું ચાલુ કરીએ.




✍️ છંદનું સૂત્ર :- 


યમાતા રાજભાન સલગા

NOTE:- છંદના સૂત્રમાં 10 અક્ષરો છે.


                                                                                

✍️ => ગણોની સંખ્યા "8" છે. 

NOTE:-  ઉપર આપેલ છંદનું સૂત્ર જોવો. એમાંથી 8 ગણોની સંખ્યા બનશે. કંઈ રીતે તો ચાલો  જોઈ. 

યમાતા રાજભાન સલગા ( 3-3જૂથ પાડો.)
1)યમાતા
2)માતારા
3)તારાજ
4)રાજભા
5)જભાન
6)ભાનસ
7)નસલ
8)સલગા
    આમ,  ગણોની સંખ્યા "8" છે.

✍️=> ગુરુ-લઘુ અક્ષરોના ત્રણ સમૂહને "ગણ" કહે છે. 

આપડે કાવ્ય પંકિત 3-3 અક્ષરના ભાગ કરીએ તેને લઘુ-ગુરુ સમૂહમાં વહેચીએ તે ગણ . ઉપરોક્ત આપડે 3-3 સમૂહ પાડયા તે લઘુ-ગુરુ ના બનેલ સમૂહ છે માટે તે ગણ તરીકે ઓળખાય.

1)યમાતા = લઘુ-ગુરુ-ગુરુ
2)માતારા= ગુરુ-ગુરુ-ગુરુ
3)તારાજ =ગુરુ-ગુરુ-લઘુ
4)રાજભા=ગુરુ-લઘુ-ગુરુ
5)જભાન=લઘુ-ગુરુ-લઘુ
6)ભાનસ=ગુરુ-લઘુ-લઘુ
7)નસલ=લઘુ-લઘુ-લઘુ
8)સલગા=લઘુ-લઘુ-ગુરુ


✍️=> અક્ષરોના બનેલા જૂથને "ગણ રચના" કહે છે.
                                                                                

🌻લઘુ (u) :-  ક, કુ, કિ, ક્ર, કૃ, કૅ, વ્યંજન છે.
               અ, ઇ, ઉ, ૠ સ્વર છે.

🌻ગુરુ (-) :- કા, કી, કૂ, કે, કૈ, કો, કૌ, કં, કઃ વ્યંજન છે.
              આ, ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ, અં, અઃ, સ્વર છે.

                                                                                

✍️ પંક્તિમાં લઘુ-ગુરુ અક્ષર કેવી રીતે સમજવા તે જોઈએ. 


(1). અનુસ્વાર કે અનુનાસિક  હોય,

    (a.) કોઈપણ અક્ષર ઉપર અનુસ્વાર તીવ્ર હોય ત્યારે તે અક્ષર ગુરુ ગણવો. (ભાર દઈને બોલાય) 


                   🍦Example  :-  પંકજ, ગંગા
 
આમ,  પંકજ અને  ગંગાનો ઉચ્ચાર કરતાં પં અને ગં પરનો અનુસ્વાર કે અનુનાસિક ભાર દઈને બોલાય છે. તેથી બંને અક્ષર ગુરુ ગણાય.


       (b). કેટલીક વાર અનુસ્વારનો ઉચ્ચાર મૃદુ હોય, ત્યારે તે અક્ષર લઘુ ગણવો.( ઉચ્ચારમાં ના આવતો હોય ) 


             🍦Example  :-  કહું , જઉં , મળ્યું , બોલતું

આમ , કહું , જઉં , મળ્યું અને બોલતુંનો ઉચ્ચાર કરતાં હું, ઉં, ળ્યું અને તું પરનો અનુસ્વાર કે અનુનાસિક મૃદુ બોલાય છે. તેથી બધા અક્ષર લઘુ ગણાય.

(2). સંયુક્ત અક્ષર :-


           (a). લઘુ અક્ષર પછી સંયુક્ત અક્ષર આવે તો લઘુ અક્ષર ગુરુ ગણાય. તેથી તેની બે માત્રા ગણાય છે. 


             🍦Example:- સત્ય અને દૃષ્ટી
           બંને જોડાક્ષરની  પહેલાનો  અક્ષર  હંમેશા ગુરુ બને. 

           (b).જયારે સંયુક્ત અક્ષરોનો ઉચ્ચાર મૃદુ હોય ત્યારે। પૂવૅેનો આવેલો લઘુ અક્ષર અને એક માત્રા વાળો  જ  રહે છે. 


              🍦Example :- ગળ્યું , પડયો ,મળ્યાં 

આમ,ગળ્યું , પડયો અને મળ્યાં બધાં લઘુ  અક્ષરો બને. 

NOTE:- બે વ્યંજનો જોડાઈને સંયુકત વ્યંજન બને છે.    સંયુકત વ્યંજનમાં સ્વર મળતાં સંયુક્ત અક્ષર થાાય છે. 

(3). વિસગૅ :- 

વિસગૅવાળો અક્ષર લઘુ હોય  પણ વિસગૅનો ઉચ્ચાર કરવો પડે તો તે ગુરુ થાય .
Example :-અંતઃકરણ  'ત' ગુરુ બને.
                                                                                

✍️છંદના બે પ્રકાર છે. 


(1).અક્ષરમેળ છંદ
(2).માત્રામેળ છંદ


(1).અક્ષરમેળ છંદ:-


1). હરિણિ છંદ
2). પૃથ્વી છંદ
3). શિખરીણી છંદ
4). મંદાક્રાન્તા છંદ

1). હરિણિ છંદ:-

અક્ષર:-17
યતિ:-6.10
બંધારણ:-ન સ મ ર સ લ ગા
SHORTCUT:- "UUU" પંકિતના પહેલાં ત્રણ અક્ષર 
 લઘુ-લઘુ-લઘુ હોય તે હરિણિ છંદ. 

2). પૃથ્વી છંદ:-

અક્ષર:- 17
યતિ:- 8
બંધારણ:-  જ સ જ સ ય લ ગા
SHORTCUT:-  "U - U" પંકિતના પહેલાં ત્રણ અક્ષર 
 લઘુ -ગુરુ- લઘુ હોય તે પૃથ્વી છંદ. 


3). શિખરીણી છંદ:-

અક્ષર:- 17
યતિ:-  6, 12
બંધારણ:- ય મ ન સ ભ લ ગા
SHORTCUT:-  ."U - -"  પંકિતના પહેલાં ત્રણ અક્ષર 
 લઘુ-ગુરુ-ગુરુ હોય તે  શિખરીણી છંદ. 

4). મંદાક્રાન્તા છંદ:-


અક્ષર:- 17
યતિ:- 4,10
બંધારણ:-મ ભ નત ત ગા ગા
SHORTCUT:-  " - - -" પંકિતના પહેલાં ત્રણ અક્ષર 
 ગુરુ-ગુરુ-ગુરુ હોય તે મંદાક્રાન્તા  છંદ. 

NOTE:- છંદ કેવી રીતે ઓળખશો.
 ✍️સૌપ્રથમ  1 થી 4 છંદ ના અક્ષર 17 છે. 

✍️પંકિત ના અક્ષર જોયા પછી તેનું SHORTCUT 1 થી 4 નંબરના છંદના પ્રથમ ત્રણ જોવા. જે Shortcut mutch થાય  તે છંદ સમજવો.( SHORTCUT :- હપૃશિમં  / UUU / U - U / U- - / - - -)

✍️ ઉપરોક્ત 4 અક્ષરમેળ છંદોને યાદ રાખવા "હપૃશિમં"
શબ્દ  યાદ રાખો. 

 ✍️
SHORTCUT :- હપૃશિમં  / UUU / U - U / U- - / - - -

5). સ્ત્રગધરા છંદ:- 

અક્ષર:- 21
યતિ:- 7,14
બંધારણ :- મ ર ભ ન ય ય ય

6). શાદૅુલવિક્રિડિત  છંદ :-


અક્ષર:- 19
યતિ:- 12
બંધારણ : મ સ જ સ ત ત ગા ગા


7). અનુષ્ટુપ છંદ :-


અક્ષર:- 32
યતિ:-  4 - 4 ના ચરણ હોય એક ચરણમાં આઠ અક્ષર
બંધારણ :- 5-6 અક્ષર લઘુ - ગુરુ હોય .

8). મનહર છંદ :-


અક્ષર:- 31 કે 32
યતિ:-8 ,16 ,24
બંધારણ :- 5 અક્ષર ગુરુ  હોય

9). વસંતતિલકા છંદ:-


અક્ષર:-14
યતિ:- 8
બંધારણ :- ત ભ જ જ ગા ગા


10). ઉપજાતિ છંદ:-


અક્ષર:- 22


11). ઈન્દ્રવ્રજા છંદ :-


અક્ષર:- 11
યતિ:- ત ત જ ગા ગા
બંધારણ :-


12) ઉપેન્દ્રવ્રજા છંદ :-


અક્ષર:-11
બંધારણ:- જ ત જ ગા ગા


13) ભુજંગી છંદ :-


અક્ષર:-12
યતિ:- ય ય ય ય
બંધારણ :- ત્રણ જોડકાના બંધારણ સરખા હશે.

14). તોટક છંદ :-


અક્ષર:- 12
યતિ:- સ સ સ સ
બંધારણ :-

15). માલિની છંદ :-


અક્ષર:- 15
યતિ:- 8 અક્ષરે યતિ
બંધારણ :- ન ન મ ય ય

16). વંશસ્થ  છંદ:-


અક્ષર:-12
બંધારણ :-જ ત જ ર


(2).માત્રામેળ છંદ:-

✍️ ૐ ની =3 માત્રા
✍️ ખોડાં અક્ષર ની = 1 માત્રા (મ્ ,ત્ ,દ્ વગેરે) 
✍️ લઘુ અક્ષર ની = 1 માત્રા
✍️ ગુરુ અક્ષરની =2 માત્રા
✍️ માત્રામેળ છંદો easy છે. સમજવા પંકિતની  માત્રા જેટલી થાય તેટલી માત્રા જે છંદની થાય તે છંદ આવે. 

1). દોહરો:- 


અક્ષર  :- 24

2). હરિગીત:-


અક્ષર :- 28

3). ચોપાઈ:- 


અક્ષર:- 15

4). સવૈયા:-


અક્ષર:- 31-32


5). ઝુલણાં (પ્રભાતિયાં) :-


અક્ષર :- 37


છંદ (Chand)