અમદાવાદનો મોતીશાહી મહલ : "શાહીબાગ"
Story :-1 અમદાવાદનો મોતીશાહી મહલ : "શાહીબાગ" જે શાહજહાં એ બંધાવેલ જેમાં તે કદી ન રહ્યો.
શાહીબાગના આ મહેલમાં શાહજહાંની ધામધૂમથી પધરામણી થવાની હતી.શાહજહાં હાથી પર બેસીને મહેલમાં પ્રવેશ કરતાં પ્રવેશદ્વારની કમાન માથે અથડાઈ. આમ હાથી પર બીરાજેલ શાહજહાંની સરખામણીમાં પ્રવેશદ્વાર નીચું હતું. એને અપશુકન ગણીને શાહજહાં પ્રવેશદ્વારથી જ પાછા ફયૉ.
એ પછી ક્યારેય પણ મહેલમાં પગ મૂક્યો નહીં.
Story :-2 શાહીબાગ જ શાહજહાં અને મુમતાઝના પ્રેમનુ મૂળ છે.
જ્યારે શાહજહાં અમદાવાદનો સૂબો હતા. ત્યારે તેમના માતા-પિતા જહાંગીર અને બેગમ નૂરજહાં અમદાવાદમાંની મુલાકાતે આવેલા. તેમની સાથે નૂરજહાંની ભત્રીજી મુમતાઝ પણ હતી. તેઓ નવ મહિના અહીં રોકાયેલા. આ સાથે મુમતાઝ અને શાહજહાંના પ્રેમના અંકુર અહીં અમદાવાદમાં ફૂટ્યા હતા. શાહજહાંએ મુમતાઝની યાદમાં જે તાજમહેલની રચના કરાવી. તેનું વિચારબીજ શાહીબાગની આ ઈમારત પરથી જ પાંગરેલુ.
Story :-3 "ટાગોર સ્મૃતિ ખંડ"
રવીન્દ્રનાથ ટાગોર ૧૮૭૮માં જ્યારે યૌવનમાં ચરણ માંડતા હતા. ત્યારે તેમનાં મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર જેઓ હિન્દુસ્તાના પ્રથમ ICS અધિકારી હતા. રવીન્દ્રનાથ ટાગોર ૧૭-૧૮ વષૅની વયે ૬ માસ રહ્યા હતા.
જે કમરામાં તેઓ અધ્યયન, લેખન ,શયન કરતા હતા. તેને "ટાગોર સ્મૃતિ ખંડ" તરીકે જાળવી રાખવામાં આવ્યો છે.
Story :-4 "રાજભવન"
૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે રાજ્યના રાજ્યપાલના નિવાસ તરીકે "રાજભવન" ના રૂપમાં આ ઈમારત ફાળવામાં આવી.
૧૯૫૦માં મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની જન્મજયંતી શતાબ્દીની સ્મૃતિમાં આ ઈમારતને "સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક" તરીકે નામાંકિત કરી.