***** ડાંગ જીલ્લામાં આ૫નું સ્વાગત છે. *****
* સૌથી વધુ જંગલો ડાંગ જિલ્લામાં છે.
* વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો અને સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે.
* ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન - સાપુતારા
* દંડકારણ્ય (વાંસ જંગલ):- રામાયણમાં વર્ણવેલો દંડકારણ્યનો પ્રદેશ અથાૅત "ડાંગ" જિલ્લાનો પ્રદેશ .
* ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે સહ્યાદ્રી પર્વતમાળા (પશ્વિમઘાટ) નો એક ભાગ છે. ઊંચાઈ લગભગ ૧૧૦૦ મીટર છે.
* "સાપુતારા" (ભારો) અથાૅત "સાપનો નિવાસ એવો અર્થ થાય છે.
* સપૅગંગા નદીના કિનારે હોળી અને દિવાળીના તહેવારોમાં આદિવાસીઓ સાપની પૂજા કરે છે.
* ડાંગ દરબાર :=> આદિવાસી સમૂહનો જાણીતો ઉત્સવ છે હોળીના સમયે ભરાય છે. તે સમયે વિવિધ આદિવાસી સમૂહના સરકારોને શિરપાવ આપવામાં આવે છે. આ સમયે આદિવાસીઓ દ્વારા "ડાંગ નૃત્ય" કરવામાં આવે છે.
* મહારાષ્ટ્ર અને ગુજરાત જુદા થતાં જ ૧,મેં,૧૯૬૦માં ડાંગને ગુજરાત સાથે સમાવેશ કરાયો.(ઓગસ્ટ ૧૯૪૭થી મુંબઇ રાજ્યમાં હતું.)
* નદીઓ :- મુખ્ય અંબિકા,પૂણૉહુતિ છે. ખાપરી,ગીર,ધોધલ, અન્ય નદી છે. જે અરબી સમુદ્રને મળે છે.
* ડાંગ નૃત્ય=> માળીનો ચાળો, કાંકરિયો ચાળો વગેરે ડાંગી નૃત્ય કરવામાં આવે છે.ડાંગી નૃત્યના ૨૭ પ્રકારો છે. જેમાં પશુ-પક્ષીઓની નકલ કરતું નૃત્ય કરવામાં આવે છે. ડાંગી નૃત્યને ચાળો પણ કહે છે.
* ખેતી=> નાગલી ,મકાઈ , ડાંગર, અડદ , તુવેર , "રાગી" (રાગી :- ડાંગ જિલ્લાનો રોકડીયો પાક છે.)
* આદિવાસી રેડિયો કેન્દ્રની સ્થાપના આહવા ખાતે ૧૯૯૪માં થઈ હતી.
* સૌથી ઓછી વિધાનસભાની બેઠકો :- ડાંગ (૧)
* ડાંગ ના દાદી - પૂર્ણિમાબહેન પકવાસા.જેમણે ઋતુંભરા વિદ્યાપીઠની સ્થાપના કરી.
ગાંધીજીએ માત્ર પૂર્ણિમા બહેનને હથિયાર રાખવાની છૂટ આપી હતી. અને તેમણે કસ્તૂરબાને જેલમાં શિક્ષણ આપ્યું હતું. તેઓએ આરોગ્ય, શિક્ષણ, વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા,નિવારણ આથિૅક સુધારા જેવી પંચમુખી યોજનાઓ બનાવીને જાગૃતિ લાવી.
(૧) આહવા =>
* બોરખેત શ્રી હનુમાનજી નું મંદિર
* બોરખેત સુરખાબ રામમંદિર
* અંજનકુંડ(શ્રી હનુમાનજી નું જન્મ સ્થળ)
* પાંડવ ગુફા (પાંડવ ગામ)
* સાપુતારા ગીરીમથક (હીલ સ્ટેશન) (૧૧૦૦મી =૩૦૦૦ ફુટ)
*દેવીના માળ( આદિવાસી દેવસ્થાન)
*બોર્ડર(લીંગા) નળદાદેવ(શ્રી શંકર ભગવાન ભૂત સ્વરૂપ)
*હોડી ડુંગર ,અટાળાનાં પવૅત પર દેવસ્થાન
* ઘવલીદોડ ગામે નડગયા ગઢ ભવાની માતાનુ
* ઘોઘલી ગામે ઘુમલીનાથ ભગવાન
* શિવઘાટ (શિવમંદિર) આહવાથી વધઈ રસ્તા (ચીખલી)
* આહવા દંડકેશ્વર મંદિર (શંકર ભગવાન)
* ચનખલ ગામે ધોધ
પાંડવ ગુફા:- પાંડવોએ બનાવી હતી. જેને ભભપાંડવાભસ નામ પડેલ.
* ઈમારતી લાકડાનું મોટુું વેપાર કેન્દ્ર
* સનસેટ પોઇન્ટ:- સાંજે પશ્વિમ દિશામાં સૂર્ય અસ્ત થતો જોવા મળે છે.
*નળદાના દેવ:-(બોરખલ) = આદિવાસી પૂજા કરી તેમના દેવને સુખ દુઃખમાં માને છે.
* ગીરા ધોધ => આહવાથી શિંગાણા અથવા નવાપુરા થી શિંગાણા અથવા નવાપુરા થી શિંગાણા રોડ પર છે. ગીરા ધોધ વધી નજીક છે. જેની ઊંચાઈ ૩૦મીટર છે
*શિવમંદિર (ચિંખલી/ચિંચલી)
* ડાંગમાં ૩ શિવમંદિરો આવેલ છે. જે ત્રણ પૂણૉનદીના કિનારે આવેલું છે. મધ્યયુગનાં છે. હોળકર વંશની રાણી અહલ્યાબાઈ સોમનાથની જાત્રાએ નીકળેલા ત્યારે જ્યાં તેઓ રાતવાસો કરતાં ત્યાં શિવમં
દિર બાંધવામાં આવતા. તે પૈકીનું આ મંદિર છે.